પરમ સખા

  • 3k
  • 2
  • 667

ઘરમાં જાણે ઉત્સવનો માહોલ રચાયો હતો. દીકરોવહુ તો સાથે જ હતાં. દીકરીજમાઈ પણ આવી પહોંચ્યાં હતાં. આવતી કાલે મમ્મીનો સાઠમો જન્મદિવસ હતો. છોકરાંઓએ માની ષષ્ઠિપૂર્તિ ઊજવવાની જોરદાર તૈયારીઓ આદરી હતી. મંજરીની લાખ ના છતાં પતિ કે બાળકો કોઈ માન્યાં નહોતાં. હવે આ ઉંમરે જન્મદિવસના ઉધામા શા? મંજરીએ તો હસીને કહ્યું હતું, બેટા, આજ સુધી મારી ઉંમરમાં બે- ચાર વરસ ઓછા કરીને કહી શકતી. હવે મારે જખ મારીને કહેવું પડશે કે હા ભાઈ હવે સાઠ વરસની ડોસી થઈ ગઈ છું.