કેટલીક ક્રિયેટિવ કથાઓ...

(21)
  • 3.8k
  • 8
  • 862

આઈડિયાઝ ભેગા કરનારા ધૂરંધરો જ્યારે કોઈ એક જગ્યાએ ભેગાં થાય ત્યારે ખરૂ ‘આઇડીયલ’ પ્રાર્થનાઘર બને છે. પછી એમાં કોઈ પણ ‘આઈડોલ’ની જરૂર નથી હોતી. આવી ઘટનાઓ કરવા માટે કોઈ ફિઝીકલ જગ્યા રચાય કે ન રચાય તો પણ કોઈ ખાસ ફરક પડતો નથી. એટલા માટે કે એવા ‘અડિયલ’ વ્યક્તિઓને માત્ર પરિણામ લાવવામાં રસ હોય છે. જે સાચે જ વિકાસની વાતોમાં રસ ધરાવે છે, વિચારના બીજો વાવતા રહે છે. પ્રસ્તુત નાનકડી કથાઓમાં રહેલાં કલાકારે આવી જ ક્રિયેટી વીટીં નો ઉપયોગ કરી તેની આંગળી વડે દિમાગ સાથે આંગળી કરેલી છે. જેમની પાસે આઈડિયાઝની કમી ના હોય, મારી નજરે એ લોકો ખરા ક્રિયેટિવ ‘કમીના’ છે. દુનિયામાં પ્રગતિ કરાવનારા કમીના! સલામી એ સૌને!