કોલેજ પૂરી થઈ. બધા મિત્રોના મોઢે એક જ વાત હતી, “પ્રકાશ, આપણી હેમાક્ષી સાથે? ના. ના. એના ચક્કરમાં ન પડાય.” વાતને બીજે છેડે પ્રકાશ હતો. પણ એ માને શાનો? ઉપરથી વિરોધ કરતો, “આપણી હેમાક્ષી નહીં, મારી હેમાક્ષી!” વરસો પહેલાં ઉત્તમે જ્યારે હેમાક્ષી વિશે સાંભળીને પહેલી વાર મૂળ વાતનો રંગ શોધી બતાવ્યો હતો ત્યારે તો અમે બધા સ્કૂલમાં હતા ને એ વાત કોઈ માનવા તૈયાર પણ ન હતું, પરંતુ મેં એકલાએ ઉત્તમનો સાથ આપેલો ને રૂઆબભેર હેમાક્ષી વિશે પહેલવહેલી શંકા જાહેર કરેલી.