અપરિચિત

(35)
  • 3.1k
  • 2
  • 861

શું આપણે ક્યારેય નોંધ લીધી છે એવા માણસો ની જે આપણી આસપાસ ફરી રહ્યા હોય છે આપણે એવા માણસો ની નોંધ લેતા નથી જેની સાથે આપણે લાગતું વળગતું નથી હોતું. સવારે ઘરે થી તમે ઓફિસ જવા નીકળો ત્યારે તમને રસ્તા માં ઘણા માણસો મળતા હશે, શું તમને તે દરેક વ્યક્તિ નો ચહેરો યાદ હોય છે શું તમે તેમની નોંધ પણ લો છો તમારો જવાબ ના જ હશે. આ માનવ સહજ સ્વભાવ છે, જે વ્યક્તિ થી તમને ફાયદો મળવાનો નથી, તેની તમે નોંધ નથી રાખતા. પણ ઘણી વાર આવી જ કોઈ અપરિચિત વ્યક્તિ તમારા જીવન માં અણધાર્યો બદલાવ લાવી શકે છે અને મારી આ વાર્તા આવી જ કોઈ અપરિચિત વ્યક્તિ ની છે.