વેર

(12.9k)
  • 4.6k
  • 3
  • 1.3k

સવારની એક્સરસાઇઝ અને ટેનિસ પ્રેકટીશ પછી આવીને ગાર્ડનનાં હિંચકા પર બેસી બ્રેકફાસ્ટ લેતા સૂજ્મસિંગ ન્યુઝ પેપર પર નજર દોડાવી રહ્યો હતો .બે દિવસ પહેલા થયેલા એક બ્યુટીફૂલ મોડેલ સીનાહાનું ફેશન શૉ દરમિયાન અપહરણ થયું હતું . તપાસ ચાલી રહી હતી અને મીડિયાવાળાઓએ દિલ્હી શહેરની સુરક્ષાને લઈને પોલીસ ડિપાર્ટમેન્ટ પર આકરા પ્રહારો શરૂ કરી દીધા હતા.મોબાઈલ રણક્યો ને કીનલનાં ઉપરાછાપરી પ્રશ્નો, ',શું છે આ બધું ...વગેરે .?' 'હમણાં કોઈ વાતનો જવાબ આપવાના મૂડમાં નથી હું ...' ને સામેથી ફોન 'ઓકે 'કહી કટ.