ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 8

(26)
  • 5.2k
  • 4
  • 1.5k

મીટીંગમાં પસાર થયેલા પ્રસ્તાવની અસર બાર્બીકેનના ઘરની બહાર પણ પડી. કેટલાક ડરપોક લોકો એવી ચર્ચા કરવા લાગ્યા કે આવડા મોટા ગોળાને જ્યારે ચંદ્ર તરફ છોડવામાં આવશે ત્યારે તેના ધડાકાનો અવાજ કેવો ભયંકર હશે તો કેટલાક લોકોએ એવો સવાલ પણ ઉભો કર્યો કે શું આટલા મોટા ગોળાને જરૂરી ગતિ સાથે છેક ચંદ્ર સુધી પહોંચાડી શકે તેવી તોપ બનાવવી શક્ય છે કે નહીં પરંતુ મિનીટ્સ ઓફ મીટીંગને જો બરોબર વાંચવામાં આવે તો આ તમામ સવાલોનો જવાબ આપમેળે મળી જતો હતો. બીજા દિવસે સાંજે મીટીંગ ફરીથી શરુ થઇ.