કિસ યાને ચુંબનનો ઉદ્ભવ ભારતમાં થયો હોવા છતાં ‘કિસ’ કા કિસ્સા સુનાને મેં ભી સંસ્કૃતિ અને સમાજના ઠેકેદારો કી નાક બિચ મેં આ જાતી હૈ. તો છો ને આવતું! અરે સાહેબ, એમને કોણ સમજાવે કે આપણો વાત્સ્યાયન પણ કિસ યાને ચુંબનનો કંઈ જેવો તેવો આશિક નહોતો. અને ઓછું હોય, તો પ્રાચીન શિલ્પકૃતિઓ જોઈ લો. ખાપ પંચાયતોની દખલગીરીવાળા જમાનામાં આજે પણ સમાજનો એક મોટો વર્ગ જાહેરમાં ‘કિસ’ શબ્દ બોલવામાં છોછ અનુભવે છે.