હમ દિલ દે ચૂકે સનમ અને લગાન જેવી બોલીવુડની પ્રખ્યાત ફીલ્મો અને ઘણી ગુજરાતી ફીલ્મોનું શુટીંગ અહીં થયું છે. આ કારીગરોને મહેનતાણું સોનાના સિક્કાઓમાં આપવામાં આવતું. મહેલના બાંધકમનો ખર્ચ તે સમયે ૩૧ લાખ રુપિયા આવ્યો અને તેનું બાંધકામ ૧૮૭૯માં ખેંગારજી (ત્રીજા)ના રાજમાં પૂર્ણ થયું . સ્થાનિક કચ્છી કારીગરો પણ આ મહેલનાં બાંધકામમાં શામેલ હતાં. મુખ્ય ખંડ, જેની દિવાલ પર પશુઓના મસાલા ભરેલા માથા લટકાવ્યા છે. દરબાર ખંડ, જેમાં તૂટેલાં ઝુમ્મર અને પ્રતિમઓ છે. કોરીન્થીયન થાંભલા, યુરોપીયન વનસ્પતિઓ અને પ્રાણીઓના કોતરકામ વાળું જાળી કામ, મહેલના પ્રાંગણમાં પાછળના ભાગે આવેલું નાનકડું મંદિર જેમાં સુંદર નક્શીકામ કરેલા પત્થરો જડેલા છે.