જામો, કામો ને જેઠો

(38)
  • 3.2k
  • 7
  • 1.2k

પૂર્ણ ! (અંતિમ પ્રકરણ) કદાચ આવતીકાલે આકાશ નીચેનું શહેર જુદું હશે, શહેરના ઘરો જુદા હશે, ઘરની દીવાલો જુદી હશે તો દીવાલો પરનો તડકો જુદો હશે. અનેક ફોટોગ્રાફ્સ હશે, પ્રગતિની મિસાલ હશે, હતાશાની ગાળો હશે, ગંદી પરિસ્થિતિ હશે, જીવનનો એક સુવર્ણસમ દાયકો હશે ! પણ જે છે, હતું અને રહેશે – તે માત્ર સંબંધ રહેશે. જીવાયેલો ભૂતકાળ મિથ્યા નથી. સુખનો ઉત્સવ હોય અને દુઃખની લ્હાણી વહેંચાય. એક પેઢી પસાર થઇ જાય છે અને બીજી આવતી રહે છે. સૂર્ય ઉગતો રહે છે અને આથમતો રહે છે. જીવન સાબિતી આપતું રહે છે, અપાવતું રહે છે. ખરેખર, એક લેખકનું જીવન પોતે જ એક ‘આત્મકથા’ હોય છે. ફર્ક માત્ર એટલો જ છે કે, તે પોતાને અલગ-અલગ પાત્રોના બીબાઢાળમાં ઉતારતો રહે છે. કદાચ, આ એક પડાવ છે.