હેપી મધર ડે

(8.9k)
  • 8k
  • 4
  • 1.8k

માર્મિક ભણવા માટે ગામથી શહેર જવાનો એ જાણી એનાં માં કુસુમબેન એકદમ રડમસ થઇ ગયા .ત્યાંતો નાનજીભાઈ બોલી ઉઠ્યા , આ શું માંડ્યું છે ,અહી રહીને તો ગામમાં દોસ્તારો સાથે રખડી ખાય છે .મોટા શહેરમાં જશે તો કંઈ બનીને આવશે પણ કુસુમબેનનું હર્દય તો ચુપચાપ ડૂસકાં ભરવા માંડ્યું .પોતાનાં કાળજા નાં ટુકડાને આમ સાવ અજાણ્યા શહેરમાં જવાનું ,શું ખાશે ,કોણ બધું ધ્યાન રાખશે ,અડધું જમવાનું મૂકી ઉભા થઇ જતા મારા દીકરાને કોણ મનાવશે, બધું વિચારતા રહ્યા ને નાનજીભાઈ તો એક દિવસ સવારે , ચાલો બધી તૈયારી થઇ ગઈ છે ?