સોનોગ્રાફી

(18)
  • 5k
  • 6
  • 1.3k

પ્રસ્તુત લઘુનવલમાં ‘દીકરીઓ’ અને ‘બેટી બચાવો’ વિશેની વાત વણી લીધી છે. તબીબી વિજ્ઞાનની શાખા એવી રેડીઓલોજી અને વરદાન રૂપી શોધ એવી સોનોગ્રાફીનો લોકો બેફામ દુરુપયોગ કરી, ગર્ભમાંના બાળકની જાતી જાણી કન્યાભ્રુણ હત્યાનું પાપ વ્હોરે છે. અહીં એ પ્રકારના કથાનકને શરૂઆતમાં પ્રસ્તુત કર્યા બાદ, નાયકને પછીથી થતો સાચો પસ્તાવો તથા પોતાની જ દીકરી માટે નાયકનો પ્રેમ ઉલ્લેખનીય છે. કથાનક એ સમયનું છે, જયારે ગર્ભમાંના જાતી પરીક્ષણ અંગે કોઈ ખાસ કાયદો અમલમાં નહોતો. પણ સાથે જાગૃત તબીબની વાત પણ વણી લીધી છે, જે ગર્ભનાં જાતી પરીક્ષણને નકારે છે. પરિવાર ભાવના અને સંબંધોની ખાટી મીઠી વાતો સાથે, ‘બેટી બચાવો’ એ મધ્યવર્તી વિચાર આ લઘુનવલમાં પ્રસ્તુત છે.