ગુસ્સો

(25)
  • 5.8k
  • 4
  • 1.5k

જોરથી પવન ફૂંકાઈ રહ્યો હતો .બારીનાં કાચ પર ઝંઝોડાતા વૃક્ષનાં પાન અથડાઇને અજબ અવાજ કરી રહ્યા હતાં. એ .સી .પી .સૂજ્મસીંગે ડ્રોવરમાંથી ફાઈલ કાઢી બેગમાં મૂકી .ટેબલ પર પડેલો ગ્લાસ ઉઠાવી પાણી પીને ફ્રેશ થયો .એનાં આસીસ્ટન્ટને જરૂરી સૂચનાં આપી .એટલામાં મોબાઈલની રિંગ વાગી.સામેથી કીનલનો મધુર અવાજ સાંભળી સખત ચહેરા પર આછી સ્મીતની રેખાઓ લહેરાઈ ગઈ .કીનલ એની ફિયાન્સી, એન્ગેજમેન્ટ ને 7-8 મહિના થયા હતાં .સૂજ્મસીંગ ચાર વર્ષ અત્યંત તેજસ્વી કારકિર્દી અને ઝડપથી સોલ્વ કરેલા કેસનાંં એવોર્ડ બાદ દહેરાદૂનથી દિલ્હી આવ્યો હતો અને કીનલ ,જે મમ્મીની ફ્રેન્ડની દીકરીને પાર્ટીમા મળ્યો અને બંને પ્રેમમાં પડેલા.