માચુપીચુ ( જુનું શિખર ) એક પૂર્વ-કોલમ્બીયન ઈંકા સામ્રાજ્યનું ક્ષેત્ર છે જે સમુદ્ર સપાટીથી ૨૪૩૦મી ઉંચાઈ પર આવેલૌં છે. આ સ્થળ પેરુમાં આવેલ ઉરુબામાના ખીણ પ્રદેશ જ્યાંથી ઉરુબામા નદી વહે છે તેની ઉપરના શિખરની ધાર પર સ્થિત છે જે કુઝકોથી ૮૦ કિમી વાયવ્યમાં આવેલો છે. આને મોટે ભાગે ઈંકાના ખોવાયેલ શહેર તરીકે ઓળખવામાં આવે છે. માચુપીચુ ઈંકા સામ્રાજ્યનું એક ચિન્હ રૂપ બની ગયું છે.