-મને દૂરનું જોવામાં અને નજીકનું વાંચવામાં જમણી આંખે તકલીફ પડે છે. -મોતિયો આવ્યો હશે. એમણે અનુમાન લગાવ્યું. -અત્યારથી મોતિયો (મને મારી ઉંમર મોતિયા માટે નાની લાગી) -અત્યારથી એટલે બે વર્ષમાં તો તું ‘સીનીયર સીટીઝન’ થશે. -‘સીનીયર સીટીઝન’ થવાથી આવી બધી મુશ્કેલી આવવાની હોય તો મારે નથી થવું સીનીયર સીટીઝન. -‘સીનીયર સીટીઝન’ થવું કે ન થવું એ તારા હાથમાં નથી.