યૌવનનો ઉભરો

(111)
  • 5.6k
  • 15
  • 1.5k

વાત શીખાની છે, સુંદર મજાની, વાચાળ શીખા, કોઈને પણ જોતા જ ગમી જાય મારકણી આંખો, એ એક શબ્દ પણ ન બોલે તોય એની આંખો બોલતી હોય એ બોલે એ પહેલા એની આંખો જ બોલે. જો કે આવા લોકો જુઠ્ઠું ન બોલી શકે એમની આંખો જ સાચું બોલતી હોય. એટલે એમને બોલવાની જરૂર જ ન પડે. એ જો પ્રેમ અભિવ્યક્ત કરે તો તેમ એની પ્રેમાળ આંખોના ઊંડા દરિયામાં ડૂબી જાઓ. એટલો પ્રેમ એમની આંખોમાંથી નીતરતો હોય, જો કે ગમો, અણગમો, નફરત, ગુસ્સો અવગણના આ બધું આંખ માત્રથી જ વ્યક્ત થાય. એવા લોકો હોય છે અને એવી આંખોવાળાના નામ પણ એમના વડીલો એવું જ રાખતા હોય છે.