ભગીરથનો વારસ

  • 4k
  • 5
  • 931

ડો.રાજેન્દ્રસિંહ આમ તો મેડિકલ ડિગ્રીધારી ડોક્ટર છે પરંતુ એમનું કામ પાણીના ક્ષેત્રે છે. રાજસ્થાનના સૂકાભઠ્ઠ વિસ્તારની સાત નદીઓને પુર્નજિવીત કરવાના ભગીરથ કાર્યને લીધે એમને રેમન મેગ્સેસે એવોર્ડ અને સ્ટોકહોમ વોટર પ્રાઇઝથી સન્માનવામાં આવ્યા છે. તરુણ ભારત સંઘના ઉપક્રમે લોકભાગીદારીમાં એમણે પાણી જેવી આજની સૌથી મોટી સમસ્યાનો હલ કરતું અકલ્પ્ય કાર્ય કરી બતાવ્યું કે લોકો એમને ‘જળપુરુષ’ તરીકે ઓળખવા લાગ્યા છે. એમની કુદરતી સ્ત્રોતને બચાવવા માટેની અનેકવિધ યાત્રાઓ સમગ્ર ભારતમાં થતી રહે છે. પાણીના મુદ્દે આગામી વિશ્વયુદ્ધના ડાકલાં વાગી રહ્યાં છે ત્યારે ગંગાઅવતરણ કરાવનારા ભગીરથના આ પાણીદાર વારસે એક સીધોસાદો અને સરળ ઉપાય અમલ કરી બતાવ્યો છે. આખરે જળ એ જ જીવન છે, એવું સૂત્ર કહેવાથી કંઇ અર્થ નહીં સરે, અમલમાં મૂકવા પડશે ડો. રાજેન્દ્રસિંહે બતાવેલા ઉપાય. એના માટે એકવાર આ પુસ્તકમાંથી પસાર થાવ અને અનુભવો, રાજેન્દ્રસિંહે કરેલો ચમત્કાર.