એક રે કયારામાં બેઉ મ્હોરિયા તુષાર શુક્લ થોડા સમય પૂર્વે એક કાર્યક્રમમાં જવાનું થયેલું. ગુજરાતી સુગમસંગીતની મહેફિલના એ કાર્યક્રમમાં ઉપસ્થિત એક કલાકારને એક ફરમાઈશ થઇ, પણ કલાકારને એના શબ્દો યાદ નહોતા આવતા. એટલે એમણે લા...લા...લા...લા... રૂપે ગીત ગણગણીને ફરમાઈશ કરનારાને રાજી રાખવાનો પ્રયત્ન કર્યો. અહીં સુધી તો વાત બરાબર હતી. પોતાના શ્રોતાને રાજી રાખવા એ કલાકારની જવાબદારી છે. અહીં બજારનો નિયમ લાગુ પડે જ છે-‘ગ્રાહકનો સંતોષ એ અમારો મુદ્રાલેખ છે.’ એવું લખનાર દુકાનદારની જેમ! પણ, એમણે વિસ્મૃતિનો દોષ ઢાંકતા એક એવો તર્ક સામે ધર્યો કે જે ચર્ચાસ્પદ હતો. અને એણે જાણકારોમાં ખાસ્સો ચણભણાટ સર્જ્યો. કલાકારે અતિ ઉત્સાહમાં કહી દીધું કે,