સિદ્ધાંતોની માનવતા વિહોણી દિક્ષા દિક્ષા (૧૯૯૧) હિન્દી ફિલ્મ જગતના નવા પ્રવાહની શરૂઆતની આ ફિલ્મ સમાજની નક્કર વાસ્તવિક્તાને સ્પર્શે છે. એ આપણને ગઇ સદીના ત્રીજા દાયકામાં યાત્રા કરાવે છે. આ ફિલ્મને ઍવોર્ડ તો પુષ્કળ મળ્યા, એની ચર્ચાઓ પણ ખૂબ થઇ છતાં આ અસાધારણ ફિલ્મ પ્રેક્ષકોને આકર્ષી ન શકી. આ ફિલ્મને ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ઑફ ઇંડીયામાં એન્ટ્રી મળી હતી અને ફિલ્મે સાત ઇન્ટરનેશનલ ઍવોર્ડ જીત્યા હતા. જેમાં ૧૯૯૨નો ફ્રાંસનો ઍનોને ઇન્ટરનેશનલ ફેસ્ટીવલ ઍવોર્ડ ‘‘પ્રીક્સ ડુ પબ્લીક(ઑડિયન્સ) પણ સામેલ હતો. મધ્ય પ્રદેશ ડેવલપમેન્ટ કોર્પોરેશને દિક્ષાને ૧૯૯૨ની બેસ્ટ હિન્દી ફીચર ફિલ્મનો ઍવોર્ડ આપ્યો હતો. નિર્માતા : એન.એફ.ડી.સી. લેખક : યુ. આર. અનંથમૂર્તિની કન્નડ વાર્તા