પાવર આઉટની પ્રલયલિપિ

  • 2.8k
  • 3
  • 741

સન ૧૯૭૯માં અમેરિકન એલચીઘરને બાનમાં લઈને ઇરાને એક મહાસંકટ ઊભું કરેલું. તે રાતથી એ કટોકટીના સમાચાર આપવા અમેરિકામાં ‘નાઇટલાઇન’ યાકિ દૈનિક રાતરેખા નામે નવો કાર્યક્રમ શરૂ થયેલો જેના ઉદબોધક હતા સંવાદદાતા ટેડ કોપેલ. તે હોસ્ટેજ ક્રાઇસિસ ૪૪૪ દિવસ ચાલેલી અને એ રીતે કોપેલ અમેરિકાના ઘરેઘરમાં સમાદૃત થયેલા. કોપેલ હવે નિવૃત્ત થઈને એક પુસ્તક લખી બેઠા છે, ‘લાઇટ આઉટ’ યાને બત્તી ગુલ. કોપેલ કહે છે કે વિશ્વયુદ્ધનું નવું સર્વગ્રાહી હથિયાર છે કુંજીપટલ યાકિ કીબોર્ડ જેના થકી થાય છે હેકિંગ.