રીન્કી અને પાટલપત્રધામ

(13)
  • 3.4k
  • 3
  • 1k

ટન..ટન..ટન...ટન... સ્કૂલની ઘંટી વાગી અને રીન્કી પોતાનું બેગ એક ખભે ભરાવીને ભાગી. ઉતાવળમાં એક ચેઈન ખુલ્લી રહી ગઈ હશે તો એમાંથી એનો બાર્બીનો કમ્પાસ નીચે પડી ગયો. પણ રીન્કીને તો એની ક્યાં પડી હતી. ‘બાય રીન્કી... બાય રીન્કી’ સામે મળેલા સપના અને ગૌરવે એને કહ્યું. રીન્કીને એ સાંભળવાની પણ દરકાર નહોતી. એ તો ક્યારની પોતાના ઘેર જવા ઉતાવળી થઇ હતી. મમ્મીએ ટુર પર ગયેલા એના ‘પપ્પુ’ને કહી દેવાની વાત ન કરી હોત તો એ આજે સ્કુલ પણ ન આવત.