માય ફેમિલી.

(13)
  • 7.8k
  • 1
  • 1.2k

-માય બેબી, માય સ્વીટહાર્ટ, મારુ વ્હાલુ વ્હાલુ બેટુ, સ્કુલેથી આવી ગયું સોસાયટીના નાકે સ્કુલ બસ ઉભી રહી એટલે અંદરો-અંદર વાતો કરી રહેલી બે-ત્રણ મમ્મીઓ આગળ વધી અને પોતપોતાના સંતાનોને લઈ લીધા. સ્વાતિએ પણ એના દિકરા સની (સૌમિલ) ને લેતા ઉપર મુજબનુ વાક્ય કહ્યું. એક ક્ષણ તો મમ્મીની પ્રેમવર્ષા (લટુડા-પટુડા) થી સની ખુશ થયો, પણ પછી એના દોસ્તોની હાજરીના કારણે જરા અચકાયો અને થોડી નારાજગી દર્શાવી, ધીરે રહીને મમ્મીના કાનમા કહ્યું, ’ડોન્ટ ટેલ મી બેટુ બેટુ મોમ. આઇ એમ એ બીગ બોય નાવ.’