બહુ બેગમ (૧૯૬૭) ચોથો ખૂણો શોધતો એક પ્રણય ત્રિકોણ હિન્દી ફિલ્મોમાં ૬૦ અને ૭૦ના દાયકા પ્રણય ફિલ્મો માટે સુવર્ણકાળ હતા. આ જ દાયકાઓ સંગીત માટે પણ સુવર્ણકાળ હતા. દરેક સંગીતકાર શ્રેષ્ઠ પરિણામ આપવા ઝઝુમતો રહેતો. પ્રણય ફિલ્મો હોવાથી પ્રણય ગીતો અને ભગ્ન હૃદયે ગવાયેલા ગીતો એ સમયે મશહૂર હતા. જો સંગીત અને ગીતનું ફિલ્માંકન સારું હોય તો નબળી ફિલ્મ પણ સફળ થઇ જતી હતી. બહુ બેગમ આ સમયે પ્રદર્શીત થઇ. મુસ્લીમ માહોલની ફિલ્મ હોવાથી, થોડી અલગ પડતી હોવાથી, સફળ પણ થઇ. એની સફળતામાં ગીત-સંગીતનો સિંહફાળો હતો. નિર્માતા : જાન નિસ્સાર અખ્તર કલાકાર : અશોક કુમાર-મીના કુમારી-પ્રદીપ કુમાર-જોની વોકર-લલીતા પવાર-નાઝ-સપ્રુ-લીલા મીશ્રા-હેલન-ઝેબ