એક્વાર એક પોસ્ટમેનની નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા આવેલા ઉમેદવારને ઇન્ટરવ્યુ લેનારે એવો સવાલ પૂછ્યો, ‘પૃથ્વીથી ચાંદ સુધીનું અંતર કેટલું છે ’ - ઓહ! આવો વિચિત્ર સવાલ આવા સવાલ ને અને પોસ્ટમેનની નોકરીને વળી શું લાગે વળગે - તું સાંભળ તો ખરી કે ઉમેદવારે શું જવાબ આપ્યો - અચ્છા! કહો, પછી ઉમેદવારને એનો જવાબ આવડ્યો - ના, એ ઉમેદવારે ઇન્ટરવ્યુ લેનારને કહ્યું, ‘જો મારે ચાંદ પર પોસ્ટ પહોંચાડવાની હોય તો મારે આ નોકરી નથી જોઇતી.’