૧૪૦૦૦ ફીટ ઉપરથી સાંક્ડી ખીણમાં સરકી ગયેલ બાળકી એક ટીટોડીને મળી. કણસતી બાળકીને જોઇ ટીટોડીનું માતૃહૃદય આક્રંદ કરવા લાગ્યું. ટીટોડીએ વિચાર્યું “ અહીં અંધારપટમાં આ મનુષ્ય બાળકી ભૂખ-તરસથી પીડાઇને મરી જશે. અહીં આજુ-બાજુ બીજું કોઇ પ્રાણી-પક્ષી પણ નથી કે હું કોઇની પણ મદદ લઇ શકું ! હવે, જે કંઇ કરવાનું છે તે મારે જ કરવાનું છે.’’ ટીટોડીએ બાળકીને પ્રેમથી આવકારી. બાળકીને વિશ્વાસમાં લઇ એની સાથે પક્ડાપકડીની રમત રમવા મંડી. ટીટોડીને પકડવાની મજામાં બાળકી એની આગળ-પાછળ દોડી રહી હતી.