અાવેશ

(121)
  • 11.7k
  • 20
  • 3.1k

વીણા હસીને કહેતી, ‘તારી મેડીમાં કોઈ રહે છેને છોકરો? બોલને...શું ચાલે છે તારું ચક્કર-એની સાથે?’ ભગવતી મનોમન વલોવાઈ જતી. છે એકેયને શરમ? બીજે દિવસે નક્કી કરતી કે તે કશીક વાત કરશે જ રસેન્દુ સાથે. એ તો હજી હતો જ ને! અરે, સરસ તૈયાર થઈને તેને સામેથી બોલાવશે. અચાનક સમાચાર મળ્યા કે રસેન્દુની બદલી થઇ ગઈ – વતનમાં. તેનાં તો બારે વહાણ ડૂબી ગયાં. હવે શું કરશે એના વિના? એ આવતો, જતો, કશું ન બોલતો, ક્યારેક હસતો. મેડીથી ડેલા સુધીની જગ્યા એના અસ્તિત્વથી ભરીભરી હતી. એ હતો એટલે એના વિષે સરસ સરસ કલ્પનાઓ કરી શકતી હતી, સ્વપ્નો જોઈ શકતી હતી. અને હવે તો મેડીયે ખાલી અને એય ખાલીખમ!