ભગવાન શ્રીકૃષ્ણની પત્ની રૂક્ષ્મણી હતી આમ છતાં આપણે સૌવ કૃષ્ણરાધા અને કૃષ્ણમીરાંના સંબંધમાં રહેલ પ્રેમને પવિત્ર માનીએ છીએ. કારણ કે એમના સંબંધમાં નિર્મળ અને નિસ્વાર્થ પ્રેમ હતો પણ વાસનાની એક બુંદ પણ ન હતી. શું કળિયુગમાં આવો નિર્મળ અને નિસ્વાર્થ પ્રેમ સંભવી શકે ખરો હા ચોક્કસ સંભવી શકે. પરંતુ ઘણી વખત માણસની આખો પર સ્વાર્થનું આવરણ એવું તે છવાઈ જાય છે કે તે આવા નિસ્વાર્થ પ્રેમના અમૃતનું રસપાન કરવાનું ચુકી જાય છે. દેવાંગે પણ કઈક આવું જ કર્યું. આનંદી દેવાંગનો પ્રથમ પ્રેમ હતી જયારે કાવ્યા તેમની પત્ની હતી. પરંતુ આ બંને માંથી એક પણ દેવાંગને નથી સમજી શકતી કે નથી તેમની ખામીને સ્વીકારી શકતી. સંજોગોવશ દેવાંગના જીવનમાં જાનવી બેસ્ટ ફ્રેન્ડ બનીને આવે છે. જાનવી દેવાંગને ખુબ સારી રીતે સમજી શકે છે અને તેમની ખામીને પણ ખુબીમાં પલટાવાની કોશિસ કરે છે. પરંતુ સમય પસાર થતા દેવાંગ પોતાના અંગત સ્વાર્થ ખાતર જીવનભર જાનવીનો સાથ આપવાને બદલે તેને અપમાનીત કરીને તરછોડી દે છે. દસ વર્ષ બાદ દેવાંગને પોતાની ભૂલ સમજાય છે. તે હવે જાનવીને પોતાના જીવનમાં રાધા અને મીરાનું સ્થાન આપવા ઇચ્છતો હતો. પરંતુ હવે ખુબ જ મોડું થઇ ચુક્યું હતું. આખરે જાનવીમાં એવું તે શું હતું કે તે દેવાંગનો પ્રેમ ન હતી આમ છતાં દેવાંગ તેને પોતાના જીવનમાં એક ખાસ સ્થાન આપવા ઇચ્છેતો હતો.