આ એક પત્રલેખન છે. દીકરીની મમ્મી ભારત થી અમેરિકા દીકરીની ડીલીવરી માટે જાય છે. ત્યારે શું શું થયું હતું તે માહિતી પત્ર દ્વારા નાની એના દોહિત્રને આપે છે. જેથી મોટો થઈને તે વાંચે અને સમજે. તારા જન્મ પૂર્વેની ડિસકસ તારા મમ્મી ડેડી સાથે. સોનોગ્રાફી માં એ તો ખબર પડી ગઈ હતી કે દીકરો જ આવવાનો છે. તો તારું નામ કઈ રાશી પર રાખવું દરેક રાશી પર બે બે નામ સિલેક્ટ કરીને રાખીએ તો પણ એમાં ય ગુંચવણ હતી બહુ જ ગમતું નામ કદાચ જતું રહે તો જન્મ સમયે નામ પાડવું જરૂરી હતું, કારણ અમેરિકામાં તો એવો કાયદો છે કે બાળકના જન્મ પાછી તરત જ નામ લખાવાનું અને પછી એ બાળકના દરેક ડોક્યુમેન્ટ્સ એ નામ પરથી જ પડે. બેટા, તારા નામ માટે તો કેટકેટલી આવી ચર્ચાઓ થતી રોજેરોજ ! પંદરેક દિવસની કવાયત પછી દાદા-દાદી, ચાચું, નાની અને મમ્મી-ડેડી ની સંમતિથી ફિલ્ટર કરીને ત્રણ નામ રાખ્યા. એક હતું વ્હાલ જે તારી મમ્મીને ગમતું, અદ્વેત જે તારા ડેડી ને અને નાની ને ગમતંન અને અવ્યાન માં બધાની સંમતિ હતી. વ્હાલ અને અદ્વેત ત્યાં ધોળિયાઓ પાસે બોલાવ્યું તો વ્હાલ નું વેલ અને અદ્વેત નું એડવેટ બોલતા. પછી અવ્યાન બોલાવ્યું તો આવ્યાન બોલ્યા. છેવટે અવ્યાન નામ નક્કી રાખ્યું કારણ ધોળિયાઓ તારું નામ બગાડે તો એ પોસાય એવું નહોતું.