પ્રેમ-અપ્રેમ ભાગ-૩

(62)
  • 6.1k
  • 5
  • 2.5k

પ્રિયાના ગયા બાદ અપેક્ષિત પૂરી રીતે તૂટી જાય છે. તેની કલીગ કમ ફ્રેન્ડ સ્વાતિ તેણે કોલ કરીને ઓફિસ ન આવવાનું પૂછે છે પણ અપેક્ષિત તબિયતનું બહાનું કરીને વાત ટાળી દે છે. નાનપણથી ખસ્તાહાલ કુંટુંબમાં જન્મેલી સ્વાતિને તેના મમ્મીપપ્પા જેમ તેમ કરીને ભણાવે છે અને આગળ જતાં સ્વાતિ ભણવામાં હોશિયાર હોવાથી સ્કોલરશીપ મેળવીને બી.બી.એ. પછી એમ.બી.એ. પૂરું કરે છે. સારી જોબ પર ચડે તે પહેલાં જ એક અકસ્માતમાં એનાં મમ્મીનું અવસાન થાય છે અને તેના પપ્પા અપંગ બની જાય છે. આખા ઘરની સંપૂર્ણ જવાબદારી હવે સ્વાતિના ખભે આવી જાય છે પરંતુ કેમ્પસ ઈન્ટરવ્યુમાં જ તેને અપેક્ષિતની કંપનીમાં અઢી વરસ પહેલાં સારા પગારથી જોબ મળી જાય છે. બંનેને જગજીતસિંહની ગઝલ સાંભળવાનો અને શાયરીનો જબરો શોખ હોય છે. શરૂઆતથી જ તે અપેક્ષિતને મનોમન ચાહવા લાગેલી પરંતુ ક્યારેય તેણે પોતાનાં દિલની વાત અપેક્ષિતને કહેલી નહીં. તેમાય જયારે તેને ખબર પડે છે કે અપેક્ષિત પ્રિયાને ચાહે છે ત્યારે તે એકદમ ભાંગી પડે છે.....હવે વાંચો આગળ........