રવીન્દ્રનાથ ટાગોર

(14)
  • 9k
  • 4
  • 1.6k

રાગમિલાપ- વિનોદ ભટ્ટ કવિતાનું ઘરેણું રવીન્દ્રનાથ ટાગોર હવે રવીન્દ્રનાથ ટાગોર બીજા નહિ જન્મે, ભારતમાં તો ક્યારેય નહી કારણ પૂછો. કદાચ એ જ કે રવીન્દ્રનાથ ટાગોર એમના પિતા દેવેન્દ્રનાથનું ચૌદમું સંતાન હતા. હવેનાં કોઈ મા-બાપને રવીન્દ્રને મેળવવાના લોભમાં આટલી લાં...બી... રાહ જોવાનું પાલવે નહીં. અરે, મા-બાપો શ્રીકૃષ્ણ સુધીય વાટ ક્યાં જુએ છે? એટલે તો સંભવામિ યુગે યુગેનું પ્રોમિસ આપવા છતાં શ્રીકૃષ્ણ ક્યાં અવતરે છે? આ સરસ્વતીપુત્ર રવીન્દ્ર લક્ષ્મીમાસીનો ખોળો ખૂંદીને મોટા થયા. તેમના પિતા દેવેન્દ્રનાથ મોજીલાલાની પેઠે ઘણા ઠાઠથી રહેતા. ધન તેમના પગ નીચે આળોટતું ને પગ ઉપર પણ દેખાયા કરે એ માટે તેમણે પોતાના માટે હીરા-રત્નજડિત મોજડી બનાવડાવેલી. કારણ એટલું