વિચારતાર-તુષાર શુક્લ દો કદમ તુમ ભી ચલો... દો કદમ હમ ભી ચલે... ગયા મહિને ગુજરાતી સુગમસંગીતના પ્રચારપ્રસાર સંબંધે લખેલા લેખમાં આ બાબતે સૂચન કર્યું હતું. બે ડગલાં કલાકારે ચાલવાનાં છે ભાવકો તરફ અને બે ડગલાં ભાવકોએ ચાલવાનાં છે કલાકારો તરફ. હાલ હજી આ અંતર બે-બે ડગલાંમાં પાર કરી શકાય એમ છે એટલી આશા છે. પ્રયત્ન કરી જોવા જેવો છે. અંતર વધશે પછી મુશ્કેલી પડશે. કામ કપરું બનશે. કપરું લાગશે એટલે કરવાનું મન પણ ઓછું થશે. હજી ઓછા અંતરે એકમેક તરફ નજર જાય છે. એકમેકની મુશ્કેલી સમજાય છે. એકમેકની અપેક્ષા ઓળખાય છે. આપણાં વરિષ્ઠ કલાકારો પોતાની કલાસાધના કરતાં કરતાં થોડાક ઉચ્ચસ્થાને