સેવન ડેઝ, સિક્સ નાઇટ, ભાગ-૪

(25)
  • 5k
  • 3
  • 1.4k

કેરળ પહોંચ્યાના બીજા દિવસની બપોરે એક વાગ્યાની આસપાસ અમારી હાઉસબોટે કિનારો છોડ્યો ત્યારે વેમ્બનાડુ લેઇક ના શાંત જળ ઉપર અમારી હાઉસ બોટ એકલી નહોતી, એની આસપાસ બીજી અનેક હાઉસ બોટ તરતી દેખાતી હતી જાણે જળ ઉપર તરતું ગામ જોઈ લ્યો. જ્યારે રસોઇ બનતી હતી ત્યારે હું રસોડામાં આંટો મારવા ગયેલો ત્યારે જે દ્ર્શ્ય જોયેલું એથી વધુ પડતા ચોખલિયાવેડા ધરાવતા શાકાહારી લોકોને એક વણમાગી સલાહ આપવાની ઇચ્છા થાય છે કે હાઉસબોટના રસોડામાં ક્યારેય જતા નહીં! કારણ કે અમે શાકાહારી હતા પણ એ હાઉસબોટ વાળા ત્રણેય જણ શાકાહારી નહોતા અને એ લોકોને પણ ત્યાં હાઉસબોટના રસોડામાં જ રાંધીને ખાવાનું હતું! આ હાઉસબોટમાં એક સારી હોટલમાં હોય એવી તમામ સવલતો હતી. આપણે રૂમમાં હોઈએ તો બિલકુલ એવું ના લાગે કે પાણી ઉપર હાઉસબોટમાં છીએ. રૂમ પણ એકદમ સ્વચ્છ અને સુંદર રાચરચીલું, બેડશીટ, બારીના પરદા, એ.સી. ફેન કોઈ વાતની કમી નહોતી. હાઉસબોટના આગળના ભાગમાં ડાયનિંગ ટેબલ, એનાથી આગળ આરામદાયક સોફા અને ટિપોય, બન્ને સાઇડ ઉપર જેના ઉપર બેસીને અમે કુદરતને માણતા હતા, વેમ્બનાડુ લેઇકમાં હાઉસબોટની સફર માણો આજે ચોથા ભાગમાં!