નિર્મળ પ્રેમ.

(48)
  • 3k
  • 5
  • 652

સૌમિલે સ્નિગ્ધાનું આ નવું જ રૂપ જોઈને એને એક આલિંગન આપતા કહ્યું, ‘શી વાત છે, આજે તો મેડમ બહુ ખુશ લાગો છો ને કંઈ ’ સ્નિગ્ધાએ પોતાના બન્ને હાથ સૌમિલને વીંટાળીને આલિંગન ગાઢ કરતાં કહ્યું, ‘હા, હું આજે બહુ જ ખુશ છું. એક તો ઘણા દિવસો પછી પાંચ દિવસની રજા મળી છે. વળી ઘણા સમય પછી મારી ખાસ ફ્રેંડ નૈના મળવા આવવાની છે.’ ‘અને ઘણા વખત પછી મેડમ પિયર જવાના છો.’ સૌમિલે ઉમેર્યું.