૨૬ નવેમ્બર ૨૦૦૮નો દિવસ. મુંબઇ માટે એ દિવસ ગોઝારો સાબિત થયો.પ્રમોદ પટેલ અને અર્ચનાં આખો દિવસ ઝુબેદા સાથે હતાં.સાંજે એ લોકો હોટલમાં રીલેકસ થવાં ગયા.બીજે દિવસે મળવાનું નક્કી કરીને સહું છુટ્ટા પડ્યા. એ રાત્ર મુંબઇમાં આંતકવાદી હુમઓ થતો.બીજી તરફ અચાનક ઝુબેદાને પ્રસુતિની પીડા ઉપડી.એક તરફ આંતકવાદી આંતક મચાવતાં હતા ત્યારે બીજી તરફ ઝુબેદાની પ્રસુતિની તૈયારી ચાલતી હતી.ડૉ.શાહ પ્રમોદ પટેલનો સંપર્ક સાધવાં મથતાં હતાં.પણ સંપર્ક નહોતો થથતો.મોડી રાત્રે ઝુબેદાએ પુત્રીનો જન્મ આપ્યો.પુત્રી એકદમ સ્વસ્થ હતી અને ઝુબેદાની જેમ રૂપાળી પણ. ડૉ.શાહે આ ખૂશીનાં સમાચાર આપવાં પ્રમોદ પટેલને ફરી ફોન જોડયો.પણ ફરી નિષ્ફળતાં મળી.ડૉ.શાહ મોબાઇલ ફોનમાંથી સતત સંપર્કની કોશિશ કરતાં અને સતત નિષ્ફળતાં મળી.ડૉ.શાહને વહેલી સવારે જાણ થાય છે કે આંતકવાદી હુમલામાં અમેરિકન નાગરીકત્વ ધરાવતાં ગુજરાતી દંપતી પ્રમોદ પટેલ અને એમની પત્ની અર્ચનાં પટેલનું મૃત્યુ થયું હતું. આ સમાચાર પુષ્ટી થતાં હેમંત શાહની આંખે અંધારા આવી જાય છે.જિંદગીમાં અચાનક આવો વળાંક આવશે તેની એમને કલ્પનાં પણ નહોતી. ચાર દિવસ પછી એ ઝુબેદા સાથે અમદાવાદ આવ્યા.નવજાત બાળકીને બીજે ક્યાય લઇ જવાય એમ નહોતી.તેથી ઝુબેદા,બાળકી અને એની પુત્રીને નવરંગપુરાવાળા ફલેટમાં મુકીને પાછા આવ્યા.હેમંત શાહની હાલત સુડી વચ્ચે સોપારી જેવી હતી.પણ પડયું પાનું નિભાવી લેવાં સિવાય છુટકો નહોતો.ધરમ કરતાં ધાડ પડી જેવો ધાટ થઇ ગયો.એ પછી રોજ ફલેટ પર જતાં.પ્રમોદ પટેલની દીકરી મોટી થતી જતી હતી.તેની સાથે એ રમતા.તેને એ ગમતું હતું.ઝુબેદાની દીકરી કાલી ભાષામાં વાત કરતી એ પણ ડૉ.શાહને ગમતુ.ઘેર આવતાં ત્યારે જે કંટાળૉ હતો એ હવે ગાયબ હતો.