પ્રેમનું પ્રમોશન

(42)
  • 5.1k
  • 6
  • 1.5k

શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ કર્મચારી તેના પ્રમોશન મળવાથી દુઃખી હોય મોટાભાગના લોકોનો જવાબ હશે ના. આખરે પ્રમોશન તો કારકિર્દી નો એક મહત્વનું પગથીયું હોય છે જે દરેક વ્યક્તિ શક્ય એટલી ઝડપે ચડવા માંગતા હોય છે. તો પછી કેમ એક છોકરો તેના કારકિર્દી ના અતિ મહત્વના એવા તેના પ્રમોશન મળ્યાના પ્રસંગ પર દુઃખી છે આપનું સ્વાગત છે મારા પ્રથમ વ્યંગ ઈ-પુસ્તક “પ્રેમનું પ્રમોશન” માં. આ પુસ્તક આધારિત છે એક છોકરા અથવા એ દરેક છોકરાના જીવનના એક એવા તબ્બકા પર કે જયારે તેઓ એકસાથે એક કરતા વધારે ઘટનાનો ભોગ બને છે. ઘટના જેવી કે તેની પ્રેમિકા દ્વારા પૂછવામાં આવતા લાક્ષણિક પ્રશ્નો, તેનું નવું નવું થયેલું પ્રમોશન વગેરે વગેરે.... હા, ભોગ એટલા માટે કે જયારે તમને ના ગમતા પ્રશ્નો વારંવાર પૂછવામાં આવે તો તેને ભોગ જ બન્યો કહેવાય. આ વાત છે ભૌતિક નામના એક છોકરાની કે જે તેના જીવનના બે અલગ અલગ પ્રસંગોની વાત તેના ત્રણ મિત્રોને કહે છે અને જુઓ શું થાય છે આ વાતમાં....