કાશ્મીર હિંદુસ્તાનનું અવિભાજય અંગ છે

(17)
  • 4.5k
  • 4
  • 966

ઇ.સ.૧૦૦૦થી મહમદ ગઝનીને હિંદનાં મુસ્તાકોના કાંગરા ખેરવવાની શરૂઆત કરી ત્યારે લગભગ ૨૨ આક્રમણો કર્યા હતા..પણ કાશ્મીરના હિંદુ રાજાઓએ ગઝનીનો ગજ વાગવા દીધો નહોતો.સમય જતાં પંજાબ અને અફઘાનીસ્તાન વગેરે મુસ્લિમ આક્રમણખોરોના હાથમાં જતાં અને ઉતરી હિંદુસ્તાન સુધી મુસ્લિમ આક્રમણ ખોરોનો પગપેસારો થતાં છેવટે ૧૩૯૬માં આમીરશાહ નામના અફઘાની મુસ્લિમ આક્રમણખોર સામે કાશ્મીરના રાજા ઉદયનદેવ ટકી ના શક્યો અને ઉદયનદેવનો વધ કરીને શમ્સુદીન નામ ધારણ કરીને કાશ્મીરની ગાદી ઉપર ચડી બેઠૉ. એ પછી કાશ્મીરમાં હિંદુઓને બળજબરીથી નાપાક મુસલમાન બનાવવાનું શરું થયું.ત્યાં વિરાટ હિંદુમંદિરોને ધ્વસ્ત કરવાનું એક વ્યવસ્થિત અભિયાન શરૂ થયું.મોટાપાયે હિંદુ ધર્મગ્રંથોનો નાશ કરવામાં આવ્યો. પંડિત નહેરુંના કહેવા મૂજબ લગભગ ૯૫ ટકા વસતિ મુસ્લિમ બની ગઇ હતી.જો કે ઘણાખરા લોકોએ હિંદુઓના રીતિરીવાજો જાળવી રાખ્યા હતાં.પંડિત નહેરું આગળ લખે છે કે ૧૯મી સદીના અધવચ્ચે હિંદુ શાસન લાગુ પડતાં ત્યાંના એક મુસ્લિમ સમૂદાયે ફરીથી હિંદુ ધર્મ સ્વિકારવાનું નક્કી કર્યુ ત્યારે કાશ્મીરી પંડીતોએ એક વાર મુસ્લિમ બન્યા પછી ફરીથી હિંદુ બની શકે નહી એક કહીને આ માંગણીનો રાજા મારફત અસ્વિકાર કરાવ્યો.