જામો,કામો ને જેઠો

(53)
  • 4.8k
  • 1
  • 1.5k

છેલ્લે એ મોજ કરી કે, (કપિલનું આવવું – ક્રિષ્નાની પ્રપોઝલ વિષે વાત કરવી – સ્કૂલેથી છૂટીને ઉભા રહેવા કહેવું – પ્રપોઝલ માટે ‘હા’ કરવી – ટ્યૂશનમાં ક્રિષ્નાનું મારી પાછળની બેન્ચમાં જ બેસવું – શરમના માર્યા એકબીજા સામે જોઈ ન શકવું – તેની ફ્રેન્ડની મજાક કરવી – આળસ મરડતાં જ મારી પીઠ પર તેની આંગળીઓનો સ્પર્શ થવો – બીજા દિવસે સવારે ફૂલ-ફટ્ટાક તૈયાર થઈને સ્કૂલે જવું – એકબીજા સામે હસવું) આગળ મોજ કરીએ ચાલો, એક દિવસ કંઇક અલગ મિજાજમાં જ વાત શરુ થઇ. “શું કરે ” “બસ, તારા ફોનની રાહ જોઈ રહ્યો હતો.” “ઓહો... એવું એમ ક્લાસમાં તો બીજા બધાને વધુ જુએ ને મારા કરતાં ! અત્યારે મારા ફોનની રાહ જોવાની ” “મેં ક્યારે જોયું કેહ તો !” “મજાક કરતી હતી, જાડિયા !” “હું જાડિયો હવેથી હું તને જાડી કહીશ. જાડી, જાડી...!” “મને કેમ યાદ કરતો હતો ” “કેમ નહિ કરવાની, તને યાદ ” “શું યાદ કરતો હતો ” “તારા યેલો ડ્રેસ ને !” “બહુ ગમી ગયો આવતી કાલે ટ્યૂશનમાં એ પહેરીને આવીશ.” “અને હા, પેલું વ્હાઈટ હેર-બેન્ડ પણ ! મસ્ત દેખાય તું તેમાં !” “પક્કા !”