મને ગમે છે સ્કૂલબેગ - 2

  • 4.7k
  • 3
  • 1.6k

વિદ્યાર્થીમાં એકાગ્રતા, પ્રસન્ન્તા અને સ્વચ્છતા વધે તે માટે મારા પ્રતિભાવ એ છે કે, વિદ્યાર્થીને ચિત્રમાં રૂચી હોય, તો તેમાં આગળ વધે, સંગીતમાં રસ હોય, તો તેમાં આગળ વધે, વાંચન વક્ર્તૃત્વ, લેખન, રમતમાં રસ હોય તો તેમાં આગળ વધવાની તેની એકાગ્રતા,પ્રસન્ન્તા,સ્વસ્થતા વધશે. કિશોરકથા લેખન શિબિરના પહેલા સ્પર્ધક અભય વાર્તા લખે છે: કેમ છો જેરામ દાદા? કેમ છો જબુ મા? મજામાંને? સંધ્યા માટે જેરામભાઈએ ખાટલો ઢાળી દીધો. જુઓ જેરામદાદા, જ્બુમા તમારે બંનેએ આશ્રમમાં રોજ સાંજે વાળુ પાણી કરીને ભણવા આવવાનું છે. સંધ્યાની વાત અટકાવતાં જ્બુમા બોલ્યાં: ‘હવે, આ ઉંમરે ભણવાનું? અમારાં છોકરા વહુને ભણવા લઈ જાઓ.’