ન્યાયમંદિરમાં થયેલા ધડાકાનાં પરિણામે પોલીસની ગાડીઓ અને એસ.એસ.જી હોસ્પિટલમાંથી ડોક્ટરની ટીમ આવી ગઈ હતી. પોલીસ સ્ટાફ દ્વારા આખોય વિસ્તાર સીલ કરી દેવાયો હતો. સફેદ કપડાંમાં સજ્જ થયેલા યુવા નર્સિંગ સ્ટાફ વીજળીની સ્પીડે બને તેટલી રીતે મદદ કરવા તત્પરતા બતાવતો હતો. હજી સુધી કોઈ બોમ્બ વિસ્ફોટથી જાન ગઈ ન હતી હાં પણ નજીક રહેલા અસીલો ઘવાયા જરૂર હતાં. પ્રેસનાં પત્રકારો પણ સારી રીતે અટવાયા હતાં. આખી ઘટનાં માટે કોઈ જવાબદાર અધિકારી તેમને મળતો ન હતો. મિ.જાની રાણા અને મિ.વ્યાસ બધા જાણે ગાયબ જ થઈ ગયાં હતાં.