સ્કૂલ લાઈફ...! મજાની લાઈફ...! ૧ થી ૧૨ ની એ જર્ની કાયમ માટે યાદ રહી જાય તેવી હોય છે. તે દિવસો હવે જ્યારે અનન્ય થઇ ચુક્યા છે ત્યારે તેને યાદ કરવાની પણ મજા જ અલગ છે. પણ, આ બધું યાદો નો એક સરસ મજાનો ગુલાબી રંગ નો ડેટા બની ને મગજ માં ગોઠવાઈ ગયો છે. હજી આજે પણ ‘અસત્યો માહે થી...’ કે, ‘મંદિર તારું વિશ્વ રૂપાળું...’ ક્યાંક સંભળાઈ તો તે દિવસો યાદ આવી જાય છે. તે પ્રાર્થના હોલ નાં દ્રશ્યો ઝબકવા લાગે છે. . ખરેખર જો પેલા ડોરેમોન નું એ ટાઈમ મશીન હોત તો ફરી એક વાર એ પાંચ કલાક નું ભ્રમણ કરી આવત. જે આજે ખરેખર અખિલ બ્રમ્હાંડ નાં ભ્રમણ થી ઓછું નથી લાગતું. Read and Enjoy this article…