Satya Aej Ishwar

(21)
  • 17.7k
  • 30
  • 6.1k

મહાત્મા ગાંધી સત્યને ઇશ્વર કેમ માનતા હતા? ગાંધીજી સત્યને ઇશ્વર કેમ માને છે તેનું નિરુપણ આ પુસ્તકમાં કરવામાં આવ્યુ છે. કાયમ માટે સત્યની શોધમાં રચ્યાપચ્યા રહેનારા ગાંધીજી કહે છે કે મે તો માત્ર જે શાશ્વત સત્યો છે તેને આપમા નિત્યના જીવન અને પ્રશ્નોને લાગુ પાડવાનો મારી ઢબે પ્રયાસ કર્યો છે. સત્ય અને અહિંસા અનાદિ કાળથી ચાલતા આવે છે. મે બન્નેના વિશળ પ્રમાણમાં ઉપયોગ કર્યો છે અને તેમ કરતા ઘણી ભૂલો કરી છે અને તેમાંથી હુ શીખ્યો છુ મારે મન સત્ય જ સર્વોપરી છે અને તેમાં અગણિત વસ્તુઓનો સમાવેશ થઈ જાય છે. આ સત્ય તે સ્થૂલ-વાચાનું-સત્ય નહીં. આ તો જેમ વાચાનું તેમ વિચારનું પણ ખરું. આ સત્ય તે આપણે કલ્પેલું સત્ય જ નહીં. પણ સ્વતંત્ર ચિરસ્થાયી સત્ય એટલે કે પરમેશ્વર જ. પરમેશ્વરની વ્યાખ્યાઓ અગણિત છે, કેમ કે તેની વિભૂતિઓ પણ અગણિત છે. એ વિભૂતિઓ મને આશ્ચર્યચકિત કરે છે. એ મને ક્ષણવાર મુગ્ધ પણ કરે છે.