જુલિયસ સીજર

(54)
  • 10.6k
  • 21
  • 2.6k

આ ગૌરવ ગાથા છે જુલિયસ સીજર ની.રોમ ના ઈતિહાસ મા થયેલ સર્વશ્રેષ્ઠ રાજપુરુષ અને અધભૂત, અજેય અને સર્વવિજયી સેનાપતિ ની . સીજરે નિર્બળ અને આંતર કલહ થી નિર્બળ બનેલા ગણતંત્ર રાજ નો અંત લાવી રોમન સામ્રાજ્ય નો પાયો નાખ્યો અને રોમ ની સત્તા ગોલ,બ્રિટન ,જર્મેનિકા થી લઈ ને ભૂમધ્ય સાગર સુધી સ્થાપિત કરી . ક્લિયોપૈટ્રા સાથે મૈત્રી અને પ્રેમસંબંધ ને કારણે ઈજિપ્ત ઉપર પણ તેનો પ્રભાવ તેણે સ્થાપ્યો . તેણે ઘણા સુધારા અને રાજદ્વારી ફેરફારો કર્યા.રોમે તેને દૈવી પુરુષ તરીકે સ્વીકાર્યો અને માન્યો. તેની અદ્ભુત લોકપ્રિયતા થી ડરી ને સીનેટ ના અમૂક સિનેટરો એ ષડ્યંત્ર રચી ને તેની હત્યા કરી નાખી . વિલિયમ શેક્ષ્પીએર નું નાટક જુલિયસ સીજર વિશ્વવિખ્યાત છે .