શબ્દાવકાશ-6 લેખ-7

(29)
  • 3.3k
  • 1.2k

સપ્ટેમ્બર મહિનાની એ વરસાદી સવાર હતી. હું હજી માંડ ઉઠીને પરવારીને જરા નિરાંતે પેપર હાથમાં લઈને બેઠો ત્યાં જ મોબાઈલ રણકી ઉઠ્યો. સ્ક્રીન પર મોટાભાઈનું નામ વાંચતા જરા ઉતાવળે કોલ રીસીવ કર્યો. મોટાભાઈએ કાકાનાં અવસાનનાં દુઃખદ સમાચાર આપ્યાં. ડાયાબીટીસ અને બ્લડપ્રેશર સામેની દસ વર્ષની લડાઈમાં અંતે કાકા હારી ગયા અને પ્રાણ ત્યજી દીધાં. મોટાભાઈએ ફોન પર આપેલી સૂચના મુજબ મારે મારી પત્નીને લઈને ભાઈ અને ભાભીને એમનાં ઘરેથી પિકઅપ કરીને કાકાનાં ઘરે જવાનું હતું. ખાસ દૂર જવાનું ન હતું. કેશોદ થી જુનાગઢ માંડ ૩૭ કિલોમીટર થાય, પણ વરસાદ એટલો ધોધમાર હતો કે જુનાગઢ પહોંચતા અડધો કલાકના બદલે કલાક જેવો સમય થઈ ગયો.