શાલવી - shalvi

(51)
  • 3.9k
  • 2
  • 866

એ સનસેટ જોઈને ઢોળાવ વાળા રસ્તે ઉતરતા આછા અંધારામાં પડી ન જવાય એના આગોતરા આયોજને એનો જમણો હાથ તેના ડાબા હાથમાં મુકાયો ને હોટેલ આવતા આવતા એ પકડ એટલી મજબૂત થઈ ગઈ કે લાગ્યું કે , “ આ હુંફ વગર નહીં જ જીવી શકાય ‘ .! નિર્ણય ભારે હતો એ તો ઠીક ભારે કરતાં પણ ભારેખમ હતો . એણે અનુભવેલી ડાબા હાથની હુંફ એના જમણા હાથમાં ક્યારેય અનુભવી શકવાની નહોતી . એ જમણો હાથ આઠ વર્ષ પહેલા જ કોઈના હાથમાં અપાઈ ગયો હતો . છતાં પણ એ મુસ્તાક બની ..હોટેલ સુધી પકડાયેલા એ હાથે એને બીજા મહિને હોટેલના કમરા સુધી પહોંચાડી દીધી ને એ રાત્રિએ એક બીનઅનુભવી કન્યાને એક અનુભવી પુરુષે સ્ત્રી બનાવી હતી.