એક એવી મુલાકાત કે જેને મને કાંઈક નવું શીખવ્યું કે જેનાથી હું પ્રેરિત થયો. આ મુલાકાતે મને લખવા મજબૂર કર્યો. મને દરેક ખર્ચા પહેલા આ મુલાકાત યાદ આવે છે. ટૂંકમાં, આ મુલાકાતે મને નવો દ્રષ્ટિકોણ આપ્યો. હું આશા રાખુ છું કે હું જે શીખ્યો એ તમને સમજાવી શકું અને તમે પણ કાંઈક આવી જ મુલાકાત લ્યો.. સમય કાઢીને મુલાકાત લેજો મિત્રો કેમકે આ સમયમાં ઓનલાઈન બધા જ આપણા છે પરંતુ આંગણે કોઈ જ નહિં.. તો આ લોકો માટે આપણે ફૂલ નહિં પણ ફૂલની પાંખડી રૂપે કંઈક કરીએ.. હા.. હું શરૂઆત મારાથી જ કરીશ.