વિષાદી ધરાનો પ્રેમ : પ્રકરણ - ૨

(14)
  • 3.3k
  • 1
  • 935

અમારી મુનિરામાસી જે ચાર વર્ષની નાની ઉંમરે જ અંધ થઈ ગયા હતા કોઈ અજાણ બિમારીને લીધે એમની આંખોના ડોળા અચાનક જ સૂકાઈ ગયા અને આંખો સીધી સપાટ થઈ ગઈ એ બીજી બહેનો અને પોતાની માની વાતો સાંભળતા-સાંભળતા પોતાની એક દિકરી માટે સ્ટીલના સોયાથી સ્વેટર ગૂંથવામાં મશગુલ હતા. મુનિરા માસી ભલે આંધળા હતા પણ એમનો નમણો ચહેરો ખૂબ જ સુંદર અને સોહામણો હતો. એટલે જ એમના લગ્ન સારા મુરતિયા સાથે થઈ શક્યા હતા અને એમણે પોતાના પતિને ઘણા બધા બાળકોની ભેટ ધરી હતી. મારી માસી એટલી હોંશીયાર હતી કે એને પોતાને ઘરે ઘરકામમાં કોઈની જરૂર ન પડતી, એ કોઈપણ પરિસ્થિતિમાં હંમેશા હકારાત્મક અભિગમ જ અપનાવતી. એણે પણ ટાપસી પુરાવતા કહ્યુ અલ્લાહનો પાડ માનો કે અઝીઝ આપણા બધાની સાથે તો છે જાણે માસી બધાને યાદ અપાવતી હોય એમ બોલી એવુ પણ બન્યુ હોત કે આજે આપણે બધા એના માટે ગેરડાઈ શેદાન (Gerdai Shhedan)ની મુલાકાત લેતા હોત .