ફરી એક વાર

(40)
  • 2.8k
  • 3
  • 889

બાળપણમાં જે મજા માણી હોય એ મોટા થયા પછી યાદ આવતી હોય છે. પરંતુ બાળપણ પાછું આવતું નથી. એ મજા પણ પાછી આવતી નથી. ઘણી વખત આપણને એમ થાય કે થોડોક ભૂતકાળ ફરીથી જીવવા મળે! થોડીક મજાકમસ્તી ફરીથી કરવા મળે! થોડાંક નિર્દોષ તોફાન ફરીથી કરવા મળે! પરંતુ એવું થઈ શકતું નથી. આપણી ઉમર આપણને એમ કરતાં રોકે છે. તો શું બાળપણમાં ઉમરમાં માણી હતી એવી મજા માણવાનો આપણી પાસે કોઈ ઉપાય નથી છે. એક ઉપાય છે. નજર સામેનાં બાળકોને મજા માણતાં જોઈએ અને આનંદ પામીએ. આવી જ કશી વાત કહેવાનો પ્રયાસ એટલે આ વાર્તા : ‘ફરી એક વાર.’