વંશ - ગુજરાતી કથાકડી - 15

(95)
  • 5.8k
  • 4
  • 1.5k

આશુતોષની ચારેતરફ શોધખોળ ચાલી રહી હતી. દીકરાના જન્મના હરખને બદલે બધાના ચહેરા પર ગમગિની છવાઈ ગઇ હતી. હોસ્પીટલનું વાતાવરણ ભારેખમ બની ગયુ હતુ. પોતાના પુત્રને ધવરાવતી મીના પોતાના પ્રથમ માતૃત્વનો આનંદ માણી રહી હતી. બધાના વિલાઇ ગયેલા મોંઢા જોઇને તેને પણ કશુંક અઘટીત બન્યાનો અણસાર આવી ગયો હતો. કદાચ આશુતોષની ચુંટણીમા હાર થઇ હશે ???? એટલામા બે માણસો ઝડપથી હોસ્પીટલમાં પ્રવેશ્યા. બાપુ' સાબને એકબાજુ બોલાવી કંઇક વાતો કરી રહ્યા હતા. હોસ્પીટલમાં ભેગા થયેલા બધા લોકો ટોળે વળીને તેમને જોઇ રહ્યા હતા. કદાચ આશુતોષના કોઇ સમાચાર આવ્યા હોય !!