જામો, કામો ને જેઠો ( ૪ - ઝઘડીયો ન્યાય)

(67)
  • 4.5k
  • 4
  • 1.6k

છેલ્લે એ મોજ કરી કે, (રિસેસમાં નાસ્તો કરીને મારા ક્લાસમાં ગયા – ડિમ્પલને નાસ્તામાં સેન્ડવિચ ખાતા જોઈ – બીજા દિવસે ગ્રીન-બોર્ડ પર અવાજ કરવાના ગુના માટે નામ લખવા માટે તેને ઉશ્કેરી – રેખા મે’મ એ આપેલી પનીશમેન્ટ – પનીશમેન્ટનું કારણ ડિમ્પલ) હવેનું આગળ... એ લગભગ, ૧૩ વર્ષની ઉંમરે હોર્મોન્સ હજુ આકાર લઇ રહ્યા હતા. હજુ વિજાતીય આકર્ષણનું સોફ્ટવેર ‘માસ્ટરબેશન’ વડે ઇન્સ્ટોલ થયું તેને અમુક મહિનાઓ જ થયા હતા. કોઈક મિત્ર પોર્ન મૂવી બતાવવા લઇ જાય તો તેનું આકર્ષણ રહેતું. અલગ-અલગ સ્ટાઈલ ધરાવતા હેરકટિંગ કરાવવાના વિચારો આવતા હતા. શર્ટની સ્લિવ વાળીને બોડી બતાવવાનું ગમતું હતું. ચશ્માની દાંડી પર ‘તેરે નામ’ સ્ટાઈલના ચિપકું વાળ ઓળીને સ્કૂલ-ટ્યૂશનમાં જવાની મજા આવતી હતી. બૂટ-કટ પેન્ટ લેવા માટે રીતસરની આજીજી મમ્મી-પપ્પા પાસે થતી. જીન્સનું પેન્ટ થોડું નીચું પહેરીને નિકરના સ્ટ્રેપ્સ બતાવવાનું મન થતું હતું. છુટ્ટા હાથે સાઈકલ ચલાવીને થોડી ‘હિરોગીરી’ની ઝલકનું પ્રદર્શન થતું હતું. ફાસ્ટ સાઈકલ ચલાવીને ચપ્પલ ઢસડીને બ્રેક લગાવવામાં વધુ આનંદ મળતો હતો. કોઈ છોકરી વિષે વાત કરવામાં મજા જ આવ્યે રાખતી હતી. કદાચ, ભૂલમાં કોઈ માત્ર ફ્રેકશન ઓફ સેકંડ પૂરતા જોઈ લે તો આખા ક્લાસમાં એક્સ્ટ્રા મિર્ચ-મસાલો એડ કરીને બધાને કહેવાની મજા હતી. (કવી રીતે સજામાં ક્લાસની બહાર દિવસો પસાર કર્યા તેનું પરિણામ શું આવ્યું રેખા મે મને તેની ભૂલનો અહેસાસ કઈ રીતે કરાવ્યો પ્રિન્સિપાલની ઓફિસમાં મેં શું કહ્યું ) આ દરેક વાત આ ચેપ્ટરમાં...!