વંશ - ગુજરાતી કથાકડી - 14

(44)
  • 5k
  • 2
  • 1.3k

મીનાએ અયાનની નિશાનીને ખાતર બા'સાની જેલ સ્વીકારી લીધી. મીનાને એક બીક એ પણ હતી કે આશુતોષ ફરી ક્યાંક પહેલા જેવું પગલું ભરી તેના બાળકને નૂકશાન ના પહોંચાડે. મીનાનો આખો દિવસ અયાનની યાદોમાં નીકળી જતો. તેની ઈચ્છા હતી કે તેનું બાળક અદ્દલ અયાન જેવું જ થાય.અયાન પોલીસના ચંગુલમાંથી ક્યારે અને કેવી રીતે છૂટશે, તે ભગવાન, આશુતોષ, અને ઇન્સ્પેકટર ભવાનસિંહ જ જાણતા હતા. જેમ જેમ પુરા દિવસો નજીક આવતા જતા હતા, મીના વધારે સાવચેત થતી જતી હતી. તે કોશીષ કરતી કે આશુ સાથે વધારે સમય પસાર ના કરવો પડે. બીજી તરફ ગૂંગળાવી નાખે તેવા હાલત થી બચવા આશુતોષે પોતાનું બધું ધ્યાન ચુંટણીમાં પરોવી દીધું.