શોષણ,

(44)
  • 4.5k
  • 2
  • 1.5k

જોજો મારો લાડલો હમણાંજ આવ્યો નથી એટલી વાર છે, આવતા વેંત એ મને ચોંટી પડશે અને કહેશે. “મમા આઈ લવ યુ, પહેલા નંબરે પાસ થયો.” ધારા એટલું બોલી અને અમારા પડોશમાં રહેતા શીલાભાભી આવ્યા, શીલાભાભીનો છોકરો કલ્પેશ પણ મારા સુમિત સાથેજ ભણતો, અને સુમિતનો કલાસમેટ હતો, એ પણ હોશિયાર હતો, ક્લાસમાં ત્રીજો ચોથો નંબર તો લઈ આવતો. શીલાભાભીએ આવતાની સાથેજ પૂછ્યું. “કેમ ભાભી હજુ સુમિત નથી આવ્યો ” “એની રાહ જોઇને બેઠી છું, આવો અંદર આવો.”